અંકલેશ્વર: પાનોલીની સનફાર્મા કંપનીમાં કેમિકલની અસરથી કામદારનું મોત, પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલ સન ફાર્મા કંપનીમાં કેમિકલની અસરથી 37 વર્ષીય કામદારનું મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી

New Update
sun Pharma
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલ સન ફાર્મા કંપનીમાં 37 વર્ષીય કામદાર અલાદ કંદબા ભુએ પ્લાન્ટ નંબર 6 માં કામ કરતી વખતે રિકેટર નંબર 617માં ટોલ્વીન પ્રોસેસ થઇ રહી હતી. તે વખતે અચાનક ટોલ્વીનની અસર લગતા માથામાં દુખાવો શરુ થયો હતો. જેને કંપનીના ઓ.એચ.સી ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યાંથી તેની હાલત ગંભીર થતા તેને વધુ સારવાર અર્થે અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત પદ્દમસિદ્ધા હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન શ્રમિક અલાદ કંદબા ભુએનું મોત નીપજ્યુ હતું. 
આ અંગેની જાણ થતા જ કંપનીની બહાર અન્ય કામદારોના ટોળા એકત્રિત થઈ ગયા હતા.ઘટના અંગે પાનોલી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.આ મામલે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
Latest Stories