ભરૂચ: વાગરાના તળાવમાં યુવાન ડૂબી જતા લાપતા, તરવૈયાઓએ શોધખોળ શરૂ કરી

ડૂબી ગયેલ યુવક વાગરા તાલુકાના આંકોટ ગામનો મહેશ ઉર્ફે (મીઠી) હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે, તેની સત્તાવાર ઓળખ હજુ સુધી થઈ શકી નથી.

New Update
Lake
ભરૂચના વાગરાના તળાવમાં એક યુવક ડૂબી ગયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને તળાવમાં ડૂબી ગયેલા યુવકની શોધખોળ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ અને સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ, જે વ્યક્તિ તળાવમાં ડૂબી ગયો છે તે વાગરા તાલુકાના આંકોટ ગામનો મહેશ ઉર્ફે (મીઠી) હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે, તેની સત્તાવાર ઓળખ હજુ સુધી થઈ શકી નથી.
મૃતદેહ મળી જાય ત્યાર બાદ જ ડૂબી ગયેલા વ્યક્તિની સાચી ઓળખ અને તેના વિશેની અન્ય વિગતો જાણવા મળશે. પોલીસ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા તળાવમાં ડૂબી ગયેલા યુવકને શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે.
Latest Stories