New Update
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના બોજાદરા ગામ ખાતે તળાવમાં એક યુવાન ડૂબીને મોતને ભેટ્યો હતો. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના બોજાદરા ગામ ખાતે સોમા શુક્લભાઈ રાઠોડ નામનો યુવાન તળાવના પાણીમાં ગરકાવ થઇ ગયો હતો..
જે અંગેની જાણ સ્થાનિક લોકોને થતા પોલીસ તેમજ તરવૈયાઓને જાણ કરવામાં આવી હતી,અને તળાવમાં સોમા રાઠોડનાં મૃતદેહની શોધખોળ કરવામાં આવી હતી,અને આજરોજ સવારના સમયે સોમા રાઠોડનો મૃતદેહ તળાવના પાણી માંથી મળી આવ્યો હતો.પોલીસ દ્વારા સોમા રાઠોડના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો,અને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.
Latest Stories