ભાવનગર: શેત્રુજી ડેમ આજે ફરી એક વખત ઓવરફલો, ડેમના 59 દરવાજા ખોલાયા

ભાવનગરનો શેત્રુંજી ડેમ ફરી ઓવરફ્લો, ડેમના 59 દરવાજા ખોલાયા.

New Update
ભાવનગર: શેત્રુજી ડેમ આજે ફરી એક વખત ઓવરફલો, ડેમના 59 દરવાજા ખોલાયા

ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન અને સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી પર આવેલો પાલિતાણા નજીક શેત્રુજી ડેમ આજે ફરી એક વખત ઓવરફલો થતાં ડેમના ૫૯ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે.

સમગ્ર ભાવનગર જિલ્લા માટે જીવાદોરી સમાન ગણી શકાય તેવા ભાવનગર જિલ્લાના સૌથી મોટો ડેમ અને સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી પર આવેલો શેત્રુંજી ડેમ ગત રાત્રીના સમયે થતાં રાત્રે 10 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જો કે પાણીનો પ્રવાહ વધવાના કારણે વહેલી સવારે તેમના 59 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. અમરેલી તેમજ ધારી પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે 5590 ક્યુસેક કરતા વધુ પાણીની આવક થતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને 59 દરવાજા ખોલાતા હાલ તેમાંથી 5590 ક્યુસેક જેટલો પાણીનો જથ્થો વહી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવાના કારણે ભાવનગર શહેર અને જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે.ભાવનગરમાં હવામાન ખાતે ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે એન.ડી.આર.એફ.ની એક ટીમ સ્ટેન્ડબાય રાખવામા આવી છે અને અસરગ્રત વિસ્તારમાં રવાના કરવામાં આવી છે

Latest Stories