ભાવનગર : છેલ્લા 5 વર્ષથી આંગણવાડીની 1500 બહેનો ગ્રેજ્યુઇટીની ચુકવણીથી વંચિત..!

2018માં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠને સુપ્રીમ કોર્ટમાં કેસ જીતીને 2022માં ચુકાદો આંગણવાડી સંગઠનની તરફેણમાં આવ્યો હતો.

New Update
ભાવનગર : છેલ્લા 5 વર્ષથી આંગણવાડીની 1500 બહેનો ગ્રેજ્યુઇટીની ચુકવણીથી વંચિત..!

ગુજરાતમાં આંગણવાડી વર્કર હેલ્પરને 35 વર્ષ બાદ છૂટા કર્યા બાદ સરકારી કોઈ આર્થિક લાભ મળતો નહતો, ત્યારે 2018માં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠને સુપ્રીમ કોર્ટમાં કેસ જીતીને 2022માં ચુકાદો આંગણવાડી સંગઠનની તરફેણમાં આવ્યો હતો. જોકે, મોટા પ્રમાણમાં સરકારે ગ્રેજ્યુઇટી આપી, છતાં પણ હજુ ઘણી બહેનો બાકી હોવાથી તેઓની લડત યથાવત રહી છે.

ગુજરાતમાં આંગણવાડીમાં વર્કર અને હેલ્પર તરીકે કામ કરતી બહેનોને 35 વર્ષે છૂટા કર્યા બાદ સરકાર તરફથી કોઈ લાભ મળતો નહતો, ત્યારે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન સુપ્રીમ કોર્ટ પોહચ્યું હતું. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ અરુણ મહેતાએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં 2018માં કેસ દાખલ કરવામાં આવ્યો જેમાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. જેમાં પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઇટી એક્ટ 1972ના એક્ટ મુજબ ગ્રેજ્યુઇટીની રકમ ચૂકવી આપવા આદેશ કરાયો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, 982 જેટલી બહેનોને 7 કરોડ ગ્રેજ્યુઇટી પ્લસ 10 ટકા વ્યાજનું ચુકવણું કરાયું છે, જ્યારે હજુ પણ 1500 જેટલી બહેનોની અંદાજે રૂ. 10 કરોડ જેટલી ગ્રેજ્યુઇટીની રકમ બાકી નીકળે છે. જોકે, દેશની 24 લાખ આંગણવાડી બહેનોને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ લાભ થવાનો છે.

Latest Stories