New Update
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામના બે બાળકોના ચેકડેમમાં ડૂબી જતા મોત નિપજ્યા હતા
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામે રહેતા 9 વર્ષીય મુસ્તુફા હનીફભાઈ બેલીમ અને 10 વર્ષીય અરમાન કરીમભાઈ બેલીમ નાહવા ગયા હતા દરમ્યાન બન્ને બાળકો ચેકડેમના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.આ અંગેની જાણ થતાની સાથે આસપાસના ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બન્ને બાળકોના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયા હતા.બંને બાળકોના પિતા મજૂરી કામ કરે છે. કુલ ચાર બાળકો જાંબુડા ખાવા ગયેલા હતા જેમાંથી બે બાળકો ચેકડેમમાં નાહવા પડતા બાકીના બે બાળકો ગભરાઈને ત્યાંથી ભાગી ગયા હતા. મુસ્લિમ સમાજના બે બાળકો ડૂબી જતાં મોત થતા નાના એવા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે