Connect Gujarat
ગુજરાત

ભાવનગર : મનપા દ્વારા ઢોર પકડવાની કામગીરીના દાવા વચ્ચે રખડતાં ઢોરને લઈને 24 કલકમાં 2 લોકોએ જીવ ગુમાવ્યો..!

ભાવનગર શહેરમાં રખડતા ઢોરને લઈને તાજેતરમાં જિલ્લામાં 24 કલકમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા છે

X

ભાવનગર શહેરમાં રખડતા ઢોરને લઈને તાજેતરમાં જિલ્લામાં 24 કલકમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે મહાનગરપાલિકાની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે. જોકે, પશુ નિયંત્રણ વિભાગ દ્વારા ઢોર પકડવાની કામગીરી થતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

ભાવનગર મહાનગરપાલિકામાં રખડતા ઢોરને લઈને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તેમ છતાં શહેરના ટોપ થ્રી સર્કલ, જવેલર્સ સર્કલ, કાલિયકબીડ, પાનવાડી, હાઇકોર્ટ રોડ સહિત અનેક વિસ્તારોમાં રખડતા ઢોરનો અડિંગો જોવા મળે છે. તાજેતરમાં શહેરના સર્કલ પાસે એક આધેડને રખડતા ઢોરે હુમલો કરતા જીવ ગુમાવ્યો હતો, જ્યારે સિહોરમાં આંબલા ગામ નજીક માર્ગ પર ઢોર વચ્ચે આવતા બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. જોકે, નાના મોટા અકસ્માત અનેક થાય છે, જ્યારે અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે મહાનગરપાલિકાના ઢોર નિયંત્રણ વિભાગ દ્વારા ઢોર પકડવામાં તો આવી રહ્યા છે. તેમ છતાં ઢોરનો અડિંગો જોવા મળે છે. આ મામલે વેટનરી ઓફિસર ડો. મહેશ હિરપરાએ જણાવ્યું હતું કે, ચોમાસાની ઋતુ હોવાથી માખી અને મચ્છરના ઉપદ્રવને લીધે ઢોર રોડ પર આવી જતા હોય છે. ભાવનગર શહેરમાં મોટાભાગના મુખ્ય માર્ગો પર વર્ષોથી ઢોરની સમસ્યા જોવા મળે છે, ત્યારે હાલ તો આ સમસ્યાથી છુટકારો મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

Next Story