ભાવનગર શહેર વડવા વિસ્તારમાં જાહેરમાં 3 શખ્સોએ યુવક પર છરીઓના ઘા ઝીંક્યા હતા, ત્યારે ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા નિલમબાગ પોલીસે હત્યાનો ગુન્હો દાખલ કરી હત્યારાઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં 2 દિવસ પૂર્વે 3થી 4 શખ્સોએ અચાનક પાનની દુકાનમાં ઘસી આવે છે, ત્યાં એક યુવકને માર મારતા તેઓ રસ્તા પર જાહેરમાં લાવે છે, અને ત્યારબાદ તેને ધોકા, પાઇપ અને છરી વડે માર મારવામાં આવે છે, ત્યારે ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા નિલમબાગ પોલીસે હત્યાનો ગુન્હો દાખલ કરી હત્યારાઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. આ બનાવમાં સંડોવાયેલ અલ્તાફ ઉર્ફે ડબલ મર્ડરનું નામ સપાટી પર આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે. અલ્તાફ ઉર્ફે ડબલ મર્ડરે અગાઉ તેના 2 સગા બનેવીની હત્યા કરી હતી. તેમજ અન્ય એક યુવકની પણ હત્યા કર્યા બાદ ગઇકાલે વધુ એક યુવકની હત્યા કરતા તેની સામે આ ચોથો મર્ડરનો ગુનો દાખલ થયો છે. જોકે, પોલીસે આ બનાવ અંગે 3 આરોપી સામે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.