ભાવનગર : આઇસર ટેમ્પો પલટી મારી જતાં ભડભીડ ગામના 6 શ્રમિકોનું ઘટના સ્થળે મોત...

New Update
ભાવનગર : આઇસર ટેમ્પો પલટી મારી જતાં ભડભીડ ગામના 6 શ્રમિકોનું ઘટના સ્થળે મોત...

વલભીપુરમાં આઇસર ટેમ્પો પલટી મારતા અકસ્માત

ભડભીડ ગામના 6 શ્રમિકોના ઘટના સ્થળ પર જ મોત

આઇસર ટેમ્પોનું ટાયર ફાટતા સર્જાયો હતો અકસ્માત

ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના મેવાસા ગામ નજીક આઇસર ટેમ્પોનું ટાયર ફાટતા રસ્તા પરથી નીચે ઉતરીને પલટી મારી ગયો હતો. આ ટેમ્પો ઝીંઝાવદર ગામથી લીલું ઘાસ ભરીને ભાવનગર તરફ આવી રહ્યો હતો. ટેમ્પામાં 14 જેટલા શ્રમિક લોકો સવાર હોય, ત્યારે ટેમ્પો મેવાસા ગામ નજીક પહોંચતા રોડ ઉપરથી અચાનક નીચે ખાબક્યો હતો. જેને પગલે 14 શ્રમિકો પૈકી 6 શ્રમિકોનું ટેમ્પો નીચે દબાઈ જતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવના પગલે 108ની ટીમે સ્થળ પર આવી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા

ભાવનગરના વલભીપુરમાંથી કરુણાંતિકા સામે આવી છે. આઇસર ટેમ્પો પલટી મારી જતા 6 શ્રમિકો દબાયા હતા. જેમાં નવઘણ રાઠોડ, કાવા મકવાણા, સિતુ ચૌહાણ, અલ્પેશ વેગડ, મની રાઠોડ અને કોમલ રાઠોડનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે એક મહિલા અને એક પુરુષને ગંભીર ઈજા પહોંચી હતી. જેઓને સારવાર અર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઇ રાજકીય નેતાઓ સહિત ડીવાયએસપી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. લોકોના મોત નીપજતા ડિવાઇસપી સહિતનો પોલીસનો કાફલો સામૂહિક આરોગ્ય કેન્દ્ર વલભીપુર ખાતે દોડી આવ્યો હતો.



Latest Stories