બીપોરજોય વાવાઝોડા અંગે બચાવની તૈયારીની સમીક્ષા માટે ભાવનગર જિલ્લાના પ્રભારીમંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારીઓની કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે બેઠક યોજવામાં આવી હતી
સંભવિત બિપરજોય વાવાઝોડા અંગેની તૈયારીની સમીક્ષા માટે પ્રભારીમંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ જેમાં ભાવનગર કલેક્ટર આર.કે.મહેતા કમિશનર એન. વી. ઉપાધ્યાય, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવીન્દ્ર પટેલ, જીલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જિલોવા, નિવાસી અધિક કલેકટર બી. જે. પટેલ, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જયશ્રીબેન ઝરૂ, સહિત જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપનના અધિકારીઓ સહિત ભાવનગર ના તમામ ધારાસભ્યો અને શહેર પ્રમુખ સહિત સાથે બેઠક દરમિયાન બીપોરજોય વાવાઝોડા તથા ભારે વરસાદને કારણે ઉદભવી શકે તેવી વિષમ પરિસ્થિતિની શકયતાઓ ધ્યાનમાં રાખીને ભાવનગર જિલ્લામાં સાવચેતી માટેના જરુરી અને યોગ્ય પગલાં લેવા તથા તે માટે જરુરી પૂર્વ આયોજન માટે ની ચર્ચા કરવામાં આવી હતી