Connect Gujarat
ગુજરાત

ભાવનગર: જમનાકુંડ વિસ્તારમાં અંગત અદાવતે આધેડની છરીના ઘા મારી હત્યા,આરોપીઓની પોલીસે કરી ધરપકડ

શહેરના જમનાકુંડ વિસ્તારમાં અગાઉના ઝઘડાની રીસ રાખી એક વ્યક્તિને માર મારી તેની હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે

X

ભાવનગર શહેરના જમનાકુંડ વિસ્તારમાં અગાઉના ઝઘડાની રીસ રાખી એક વ્યક્તિને માર મારી તેની હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે

ભાવનગરના જમનાકુંડ, ઈબ્રાહીમ મસ્જિદ સામે આવેલ જાફરી સોસાયટીમાં રહેતા અને અલંગના ઇલેક્ટ્રીક ઓટો મશીનનો વેપાર કરતા મોહમ્મદહાદિ આશિકભાઈ જમાણીના પિતા આશિકભાઈ જમાણીએ તેમની સોસાયટીના નાકા પાસે ઊભા રહી ગાળાગાળી તેમજ આવારાગીર્દી કરતા પ્રભુદાસ તળાવમાં રહેતા અઝરુદ્દીન ઉર્ફે હજુ અબ્દુલઝફાર બેલીમને બે ત્રણ વખત ટપારેલ તેની દાજ રાખી ગત રાત્રે જાફરી સોસાયટીના પાર્કિંગમાં ખોજા સમાજનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, તેમાં મોડી રાત્રે 11 વાગ્યાના સુમારે અઝરુદ્દીન ઉર્ફે અજુ બેલીમ, ઉમંગ જાેગી તેમજ બે અજાણ્યા માણસો બે મોટર સાયકલ લઈને આવ્યા હતા અને આશિકભાઈ જમાણીને બોલાવીને અઝરુદીને 'તું કેમ મને વણ માગી સલાહ આપે છે',

તેમ કહી તેની પાસે રહેલી છરી અને અન્ય એક શખ્સ આમથી તેમ છરી ફેરવીને છરીનો એક ઘા આશીકભાઈના સાથળના ભાગે ઝીકી દીધો હતો અને તેની સાથેના માણસોએ ઢીકા પાટુનો માર માર્યો હતો. આ વખતે આશીકભાઈના પુત્ર સહિતના બચાવવા માટે દોડતા અઝરુદ્દીનની પત્નીએ આડા ઉભા રહીને અવરોધ કર્યો હતો,જાેકે સમાજના અન્ય લોકો આવી જતા આ શખ્સો બાઇક પર ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત આશીકભાઈને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મોહમદહાદી જમાણીએ અઝરુદ્દીન, તેની પત્ની,ઉમંગ જાેગી તેમજ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાવતા ગંગાજળિયા પોલીસે તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story