ભાવનગર: મહુવાના કંટાસર ગામ નજીક ત્યજી દેવાયેલ હાલતમાં નવજાત શિશુ મળી આવ્યુ,પોલીસે શરૂ કરી તપાસ

માનવતા મરી પરવારી હોય તેવું એક ઉદાહરણ આજે સામે આવ્યું છે. અવારનવાર તાજા જન્મેલા બાળકોને ત્યજી દેવાના બનાવો બનતા હોય છે

New Update
ભાવનગર: મહુવાના કંટાસર ગામ નજીક ત્યજી દેવાયેલ હાલતમાં નવજાત શિશુ મળી આવ્યુ,પોલીસે શરૂ કરી તપાસ

માનવતા મરી પરવારી હોય તેવું એક ઉદાહરણ આજે સામે આવ્યું છે. અવારનવાર તાજા જન્મેલા બાળકોને ત્યજી દેવાના બનાવો બનતા હોય છે તેવી જ રીતે આજે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કંટાસર ગામથી બેલમપર જવાના માર્ગ ઉપર તાજો જન્મેલું બાળક કોઈ નિર્દય માતાએ છોડી દીધેલી હાલતમાં જોવા મળતા તાત્કાલિક 108 ટીમને જાણ કરવામાં આવતા પાયલોટ ચંદ્રસિંહ તેમજ ઈએમટી ભાવેશભાઈ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને બાળકને જરૂરી સારવાર કરી અને 108 એમ્બ્યુલન્સ મારફતે મહુવાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

Latest Stories