ભાવનગર : ડેરી રોડ પર પ્રમુખ સ્વામી ફ્લેટમાં જર્જરિત મકાનનો દાદર ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત...

ભાવનગર શહેરમાં પ્રમુખ સ્વામી ફ્લેટમાં જર્જરિત મકાનનો દાદર ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નીપજયું હતું.

New Update
ભાવનગર : ડેરી રોડ પર પ્રમુખ સ્વામી ફ્લેટમાં જર્જરિત મકાનનો દાદર ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત...

ભાવનગર શહેરમાં પ્રમુખ સ્વામી ફ્લેટમાં જર્જરિત મકાનનો દાદર ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નીપજયું હતું.

ભાવનગર શહેરના ડેરી રોડ પર આવેલ પટ્ટણી પ્લાઝા સામે પ્રમુખ સ્વામી ફ્લેટમાં અચાનક દાદર ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નીપજયું હતું. મળતી માહિતી અનુસાર, ભાવેશ શાહ નામના વ્યક્તિ દાદર ઉતરી રહ્યા હતા, ત્યારે અચાનક દાદર ધરાશાયી થતાં તેઓ કાટમાળ નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી, ત્યારે તેઓને તાત્કાલિક સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જર્જરિત મકાનના કારણે થોડા મહિના પહેલા જ માધવ હીલ કોમ્પલેક્ષમાં એક મહિલાનું મોત નિપજ્યાની ઘટના બની હતી, ત્યારે હજુ આ ઘટના વિસરાઈ નથી ત્યાં બીજી ઘટના બનતા પંથકમાં શોક વ્યાપી ગયો છે.

Latest Stories