ભાવનગર: વરતેજ ગામની સીમમાંથી રૂ.17 લાખની કિમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

વરતેજ પોલીસે વરતેજ ગામની સીમમાં બાતમીને આધારે સાત વાહન સાથે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update
ભાવનગર: વરતેજ ગામની સીમમાંથી રૂ.17 લાખની કિમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ભાવનગરના વરતેજ પોલીસે વરતેજ ગામની સીમમાં બાતમીને આધારે સાત વાહન સાથે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભાવનગરના વરતેજ પોલીસ મથકના સ્ટાફને મળેલી બાતમીના આધારે વરતેજ પોલીસ ટીમે વરતેજ ગામની સીમ આવેલ ઘોઘાની નળ તરીકે ઓળખાતી જગ્યામાં દરોડો કર્યો ત્યારે 7 જેટલા વાહનોમાં વિદેશી દારૂ અને બીયરના જથ્થાનું કટીંગ ચાલી રહ્યું હોય પોલીસે નળમાં પ્રવેશી અલગ અલગ પ્રકારના વાહનોમાં તલાસી લેતા બીયર 84 પેટી, અને વિદેશી દારૂનો જથ્થો 395 પેટી, કુલ મળી રૂ.17,12,400 મુદ્દામાલ કબજે કર્યો હતો. દરમિયાનમાં મહેન્દ્ર ઉર્ફે રાજુ શંકરભાઈ ચૌધરીને ઝડપી લીધો હતો જ્યારે અન્ય 9 શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા વરતેજ પોલીસે ફૂલ મળી 7 વાહનો દારૂ અને બિયરનો જથ્થો મોબાઇલ મળી કુલ રૂ.37,17,400 નો મુદ્દામાલ કબજે લીધો હતો.