Connect Gujarat
ગુજરાત

ભાવનગર : નવાબંદર રોડ પર ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મોત

નવાબંદર રોડ પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોનું ઘટના સ્થળે મોત 108 સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો

X

ભાવનગર શહેરની નજીક આવેલા નવાબંદર રોડ પર આજે વહેલી સવારે ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

ભાવનગરમાં આજરોજ બુધવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. શહેરના નવાબંદર રોડ પર વહેલી સવારે સ્વીફ્ટ કાર અને ડમ્પર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારની આગળના ભાગનો બૂકડો બોલી ગયો હતો. આ અકસ્માતમાં સ્વીફટ કારમાં સવાર 4 લોકોનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળાં વળ્યા હતા. બનાવની જાણ થતાં જ 108 સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે કારમાં ફસાયેલા મૃતદેહોને એક બાદ એક બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાના પગલે દોડી સ્થળ પર દોડી આવેલા પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યું હતું. જોકે, એક સાથે 4 લોકોના મોત નિપજતા પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story