ભાવનગર : તમંચાની અણીએ આંગડિયા પેઢીના 2 કર્મીઓનું કાર સાથે જ અપહરણ, CCTVના આધારે પોલીસ તપાસ શરૂ...

સિહોરમાં વહેલી સવારે ફિલ્મી ઢબે લૂંટ વિથ અપહરણની ઘટના બની હતી. જેમાં બુકાનીધારી ગેંગ દ્વારા આંગડિયા પેઢીના કર્મીની કારને થોભાવી બંદુકની અણીએ 2 કર્મીઓને ધમકાવ્યા હતા

New Update
ભાવનગર : તમંચાની અણીએ આંગડિયા પેઢીના 2 કર્મીઓનું કાર સાથે જ અપહરણ, CCTVના આધારે પોલીસ તપાસ શરૂ...

ભાવનગર જિલ્લાના સિહોરમાં વહેલી સવારે ફિલ્મી ઢબે લૂંટ વિથ અપહરણની ઘટના બની હતી. જેમાં બુકાનીધારી ગેંગ દ્વારા આંગડિયા પેઢીના કર્મીની કારને થોભાવી બંદુકની અણીએ 2 કર્મીઓને ધમકાવ્યા હતા. ત્યારબાદ લાખો રૂપિયાનો મુદ્દામાલ લઈ કારમાં જ બન્ને કર્મીઓને ઉઠાવીને લઈ ગયા હતા, ત્યારે હાલ તો CCTV ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisment

મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના લાઠી ગામેથી આર મહેન્દ્ર એન્ડ કું નામની આંગડિયા પેઢીના 2 કર્મીઓ વહેલી સવારે લાઠી સ્થિત પેઢીમાંથી રોકડ રકમ તથા તૈયાર હિરાના મોટા જથ્થા ઉપરાંત દાગીના સાથે ભાવનગર આવી રહ્યા હતા. જેમાં સિહોર સ્થિત બ્રાન્ચમાં સામાન જમા કરાવી ભાવનગર તરફ આવવા તૈયારી કરી રહેલ બન્ને આંગડિયા કર્મીઓ સિહોર પોલીસ મથકથી ગણતરીના અંતરે જ હોય, તે દરમ્યાન અચાનક 3થી 4 જેટલા બુકાનીધારી શખ્સો ત્રાટક્યા હતા. આ બુકાનીધારી શખ્સોએ જાહેરમાર્ગ પર આંગણીયા કર્મીની કારને આંતરી ઘેરી લીધી હતી. જે બાદ ફિલ્મી સ્ટાઈલમાં તમંચો બતાવીને ડરાવ્યા હતા. જે બાદ બન્ને કર્મીને મુદ્દામાલ સાથે કારમાં બેસાડી ગણતરીની મિનિટમાં જ અપહરણ કરી શખ્સો ફરાર થઈ ગયા હતા. સિહોર પેઢીના કર્મીઓને બનાવની જાણ થતાં તુરંત જ સિહોર પોલીસને વાકેફ કરતાં જિલ્લાભરની પોલીસને એલર્ટ થઈ હતી. પોલીસે શહેર ફરતા તમામ આવવા-જવાના રસ્તાઓ પર અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ, ભાવનગરથી એસપી, એસઓજી, એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અપહરણની સમગ્ર ઘટના સરાજાહેર માર્ગ પર ઘટી હોય આથી રોડ પરની દુકાનોમાં લાગેલા CCTV કેમેરામાં લૂંટની ઘટના રેકર્ડ થઈ છે. પ્રથમ દષ્ટિએ આ ઘટનાને અંજામ આપવા કારમાં 4 બુકાનીધારી શખ્સો હોવાનું જણાઈ રહ્યું છે, ત્યારે હાલ તો પોલીસે CCTV ફૂટેજના આધારે લૂંટારુઓનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.

Advertisment