Connect Gujarat
ગુજરાત

ભાવનગર: ભેજાબાજોએ પોલીસથી બચવા ઘરમાં કોલ સેન્ટરો શરૂ કર્યા,આખરે પોલીસે કરી ધરપકડ

ભાવનગર LCB દ્વારા શહેર જિલ્લામાં ગુનાખોરી અટકાવવા અલગ અલગ ટિમો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે

X

ભાવનગરમાં વોટ્સએપ મારફત અમેરિકન નાગરિકોના લીડ ડેટા મેળવી તે ડેટાના આધારે ગૂગલ વોઈસ નામની વેબસાઈટ ઉપરથી લોન મંજૂર થયાના મેસેજ મોકલી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર બે શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભાવનગર LCB દ્વારા શહેર જિલ્લામાં ગુનાખોરી અટકાવવા અલગ અલગ ટિમો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે ત્યારે ઘોઘારોડ વિસ્તરમાં રહેતો અર્પિત મેકવાન અને આનંદનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે રહેતો ધ્રુવ ત્રિવેદીએ ઘોઘારોડ શિવપાર્ક -2, ખોડિયારનગરમાં પ્લોટ નં. 33માં મેહુલ ધાપાની માલિકીનું મકાન ભાડે રાખી ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી આ કોલ સેન્ટર મારફતે અમેરીકન નાગરીકોને લોનની લાલચ આપી તેમની પાસે ગીફ્ટ કાર્ડના નંબરો મેળવી કરોડોની ઠગાઇ કરતાં ગઠીયાઓને ઝડપી પાડ્યા છે.ભાવનગર એલ.સી.બી. પોલીસે રેડ પાડી બંન્ને શખ્સો પાસેથી 2 લેપટોપ, 2 મોબાઈલ, વાઇફાઇ રાઉટર, વાઇફાઇ સ્વીચ,હેડફોન સહિત કુલ રૂ.61,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story