અંકલેશ્વર: પંચાટી બજારમાં પરિવાર મકાન બંધ કરી લગ્નપ્રસંગમાં ગયું, તસ્કરોએ ત્રાટકી રૂ.1.50 લાખની મત્તાનો કર્યો હાથફેરો
અંકલેશ્વર પંચાટી બજારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી અંદાજીત ૧.૫૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.