/connect-gujarat/media/post_banners/c6cdc5c0a31646a07c50955b3cf2dfaf1d2cb05901d34c29b5e006f3a719534e.jpg)
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી અસામાજિક તત્વોની પ્રવૃત્તિ વધી રહી છે ત્યારે અસામાજિક તત્વોએ જાહેરમાં દારૂના નશામાં તોડફોડ કરી મારામારી કરતા તત્વો CCTV કેમેરામાં કેદ થયા છે.
ભાવનગર શહેરના બોળતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કુંભારવાડામાં છેલ્લા ઘણા દિવસથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે કુંભારવાડા સર્કલમાં રાત્રિના સમયે કેમિકલની દુકાનની બહાર 4 અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા દારૂની મહેફિલ કરી તોફાન કરતા હતા ત્યારે આ ચાર પૈકી એક વ્યક્તિને તેના જ અન્ય ત્રણ સાગરિતો માર મારી રહ્યા હોય તેવા સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે .આ સમયે એક શખ્સની નજર CCTV પર થતા CCTV કેમેરો તોડી નાખ્યો હતો.આ વિસ્તારમાં અનેક વખત સ્થાનિકોની રજૂઆત કરવામાં આવી છે કે અહીં અસામાજિક પ્રવૃત્તિ વધતી રહી છે ત્યારે એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે આ સામાજિક તત્વ જાહેરમાં દારૂના નશામાં તોફાન કરતા દારૂબંધીના ધજાગરા ઉડાવતા હોય તેવું નજરે દેખાઈ આવ્યું છે.
/connect-gujarat/media/media_files/2025/07/18/jun-2025-07-18-22-07-37.jpg)