ભાવનગર શહેરમાં ચારેક દિવસ પહેલા કારખાને આવતા એક કારીગરે તેના શેઠની માનસિક અસ્થિર બહેનનો એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચરતા ભારે ચકચાર મચી જવા પામી હતી પોલીસે આ મામલામાં નરાધમ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારમાં બળાત્કારનો બનાવ સામે આવ્યો છે. એક કર્મચારીએ પોતાના માલિકની બહેન ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે કાર્યવાહી કરી નરાધમ આરોપીને ઝડપી પાડ્યો છે.અત્રે ઉલ્લેખનીય છેકે જે માલિક દ્વારા પોતાના કેમચારીને પરિવારના સભ્યનો દરજ્જો આપીને પરિવારનું ગુજરાન ચલાવવા એક તક આપી તેવા માલિક સાથે જ કર્મચારીએ દગો કર્યો છે. એક તરફ માલિકે પોતાના કર્મચારી પર આંધળો વિશ્વાસ રાખ્યો જ્યારે કર્મચારીએ પીઠ પાછળ ખંજર મારતો કિસ્સો બન્યો છે.સમાજમાં રહેતા અને અતિ વિશ્વાસ ધરાવતા લોકો માટે સમગ્ર ઘટના લાલબત્તી સમાન જરૂર બની ગઈ છે.