/connect-gujarat/media/post_banners/b8636d6d8c0cde571515b2cff5ef232cce8792b188526cd537f7debb22525dae.jpg)
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવાનો કાર્યક્રમ ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે યોજાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ૯ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ ટીબીના દર્દીઓને પ્રોટીનયુક્ત આહાર મળી રહે તે માટે નિક્ષયમિત્ર યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત આજે પ્રથમ વર્ષગાંઠે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ટીબીના દર્દીઓને પોષણકીટના વિતરણનો એક કાર્યક્રમ ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે યોજાયો હતો. ભાવનગરમાં હાલ ૬૦૦ જેટલા એક્ટીવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાં ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા 38 જેટલા ટીબીના દર્દીઓને દત્તક લેવામાં આવ્યા છે. ઉદ્યોગપતિ ગીરીશભાઈ શેઠ દ્વારા ૨૩ અને રોટરી ક્લબ દ્વારા ૨૫ દર્દીઓને દત્તક લેવામાં આવ્યા છે. જેને દર મહીને ૭૦૦ રૂ. આજુબાજુ તૈયાર થતી એક કીટનું વિતરણ કરવામાં આવે છે. જેથી ટીબીના દર્દીને દવાની સાથે પ્રોટીનયુક્ત આહાર પણ મળી રહે અને દર્દીઓ વહેલી તકે ટીબીમાંથી મુક્ત થઈ શકે.