Connect Gujarat
ગુજરાત

ભાવનગર:નશીલા દ્રવ્ય જેવું જાહેરમાં વેચાતી આર્યુવેદીક કફ શિરપ પર પ્રતિબંધ મૂકવાની માંગ

રાજ્યભરમાં આર્યુવેદીક શિરપ દર્શાવતા કોલ્ડ્રિંક્સમાં નશીલા દ્રવ્યના રવાડે ચડીને બરબાદ થતા યુવાધનને અટકવવા નશાકારક સીરપ બંધ કરવા માટે ભાવનગર કૉંગ્રેસ દ્વારા કલેકટર અને ભાવનગર મનપા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.

X

ઘણા સમયથી આર્યુવેદીક સિરપના નામ વાળી કોલ્ડીંગસનું વેચાણ ધોમ વધ્યું છે એ શિરપ પીવાથી દારૂ જેટલો નશો થતો હોય છે.ભાવનગર શહેરમાં પાનના ગલ્લે ખુલ્લે આમ યુવા ધનને બરબાદ કરતું આર્યુવેદિક ડ્રિન્ક ના નામે વેચાતું કેફી પીણું વેચાય છે. તેમજ મેડિકલ સ્ટોરમાં વેચાતી કફ સીરપ પણ લોકો નશો કરવા પીવે છે.

મેડિકલ સ્ટોર વાળા આવી સીરપ વધુ નફો કમાવવા ડોકટર ની ચિઠ્ઠી વિના આપે છે. આવી કફ સીરપ અને આર્યુવેદિક ડ્રિન્ક ના નામે મળતી નશા કારક પીણું બેરોકટોક ખુલ્લેઆમ વેચાય છે જે લોકો અને ખાસ કરી ને યુવાનો આ પીણા ના રવાડે ચડી ગયા છે. જે ભણવા ની ઉંમરે આવા નશા ની લતે ચડી યુવાનો પોતાની યુવાની વેડફે છે.

આવા પીણા અને કફ સીરપ ખુલ્લેઆમ વેચાય છે તે બંધ થવા જોઈએ જેથી યુવાધન બરબાદ થતા બચે. ભાવનગર મા ખાસ કરી ને સ્કૂલ, કોલેજ ગાર્ડન, બાગ બગીચા આજુબાજુ પાન ના ગલ્લે મળે છે જે યુવાનો બેરોકટોક ખરીદે છે અને નશો કરે છે. અને પોતાની યુવાની, આરોગ્ય બરબાદ કરે છે. આના વિરોધ માં ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા કલેકટર અને આરોગ્ય અધિકારી ને આવેદનપત્ર પઠવ્યું હતું.

Next Story