Connect Gujarat
ગુજરાત

ભાવનગર: મનપા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ફેકટરી ઝડપી પાડી રૂપિયા 5 લાખ કરતા વધુનો મુદ્દામાલ કરવામાં આવ્યો જપ્ત

પ્રતિબંધિત પ્લાસ્ટિક ડ્રાઈવ દરમ્યાન કપરા વિસ્તરમાં પ્રેસ રોડ પર આવેલ કમ્પાઉન્ડમાં બાલાજી પોલીમર્સ નામની ફેકટરી ઝડપી પાંચ લાખ કરતા વધારેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો

X

ભાવનગર મહાનગરપાલિકાની ટીમે શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ડ્રાઈવ દરમ્યાન કપરા વિસ્તરમાં પ્રેસ રોડ પર આવેલ કમ્પાઉન્ડમાં બાલાજી પોલીમર્સ નામની ફેકટરી ઝડપી પાંચ લાખ કરતા વધારેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો

સોલીડવેસ્ટ વિભાગે ભાવનગર શહેરના પ્રેસ રોડ પર નટરાજ કમ્પાઉન્ડમાં ગિરીશ મુલાની ફેક્ટરી માલિક દ્વારા બાલાજી પોલીમરની આડમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવવામાં આવતું હોવાની બાતમીના આધારે રેડ પાડી હતી.રેડમાં પ્લાસ્ટિકનો અસરે 3500 કિલો જેવો પાલસ્ટિકનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો તેમજ ફેકટરીનું લાઈશન્સ અને જરૂરી ડોક્યુમેન્ટ રજૂ નહિ કરતા સોલિડ વેસ્ટ વિભાગે બનાવ અંગે પોલ્યુશન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. ત્યારે GPCB ના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને ફેકટરી મલિકને નોટિસ ફટકારી છે.સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા ત્રણ ગોડાઉન અને ફેકટરીને સીલ મારી દેવામાં આવ્યા હતા અને 3500 કીલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. મનપાએ ભાવનગરમાં અન્ય જગ્યાએ પણ છુપી રીતે ચાલતા ગેરકાયદેસર પ્લાસ્ટિકના ધંધા પર વોચ ગોઠવી દેવામાં આવી છે.આ કાર્યવાહીમાં એન્જીનયર સંજય હરિયાણી અને ડેપ્યુ એન્જીનયર માનસી પટેલ સહિતનો સ્ટાફ જોડાયો હતો

Next Story