Connect Gujarat
ગુજરાત

ભાવનગર : BJP મહિલા મોરચાના 2 આગેવાનોની ઓડિયો-વિડીયો ક્લીપ વાયરલ થતાં સસ્પેન્ડ

પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવવા રૂપિયાની માંગ કરાય, BJPની 2 મહિલા આગેવાનોએ રૂ. 3 લાખની કરી માંગણી.

X

ભાવનગર શહેરમાં પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવવા મામલે ભાજપ મહિલા મોરચાની 2 મહિલાઓએ રૂપિયાની માંગણી કરી હતી, ત્યારે રૂપિયાની માંગણી કરાતી હોવાના ઓડિયો અને વિડીયો વાયરલ થતા ભારે ચકચાર મચી છે. સમગ્ર મામલો સામે આવતા ભાજપ શહેર પ્રમુખ દ્વારા મહિલા મોરચાની બન્ને મહિલાઓને હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવી છે.

ભાવનગર શહેરના પિયુષ ભુંભાણીના પોતાની પત્ની સાથે છેલ્લા ઘણા સમયથી વિખવાદ ચાલી રહ્યો હતો, ત્યારે પત્નીને પરત લાવવા માટે તેઓએ માનવ અધિકાર નિગરાનીમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે, ભાવનગર શહેર ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ કોમલ ત્રિવેદી અને બીના જોશીએ તેમને સમગ્ર કેસ પતાવવાની વાત કરી હતી. આ કામ માટે ભાજપ મહિલા મોરચાની બન્ને બહેનોએ રૂપિયા 3 લાખની માંગણી કરી હતી.

એટલું જ નહીં, આ કેસ પતાવવા ગુંડાઓનો ઉપયોગ કરવાની પણ ખાતરી આપી હતી. તેમણે આ કામ કરાવવા માટે પિયુષ ભુંભાણી પર દબાણ પણ કર્યું હતું. જોકે, સમગ્ર મામલો વાયરલ ઓડિયો અને વિડીયો ક્લિપ થકી બહાર આવતા ભારે ચકચાર મચી છે, ત્યારે હાલ તો ભાજપ શહેર પ્રમુખ અને પક્ષ દ્વારા મહિલા મોરચાની બન્ને બહેનોને હોદ્દા પરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Next Story