ભાવનગર : બોગસ બીલિંગનો મામલો, GST દરોડા દરમિયાન અધિકારી પર જીવલેણ હુમલો

ભાવનગર જિલ્લાના નવાપરામાં ગઈકાલે જીએસટીની ટીમ બોગસ બીલિંગ મામલે મહેક એપાર્ટમેન્ટમાં તપાસમાં ગઇ હતી.

New Update
ભાવનગર : બોગસ બીલિંગનો મામલો, GST દરોડા દરમિયાન અધિકારી પર જીવલેણ હુમલો

ભાવનગર બોગસ બીલિંગ મામલે GST દરોડા દરમિયાન GST અધિકારી પર હુમલો થતા ASP સફિન હસન તેમજ નિલમબાગ પોલીસ સ્ટાફ સહિતનાઓ સાથે GSTનું સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું

ભાવનગર જિલ્લાના નવાપરામાં ગઈકાલે જીએસટીની ટીમ બોગસ બીલિંગ મામલે મહેક એપાર્ટમેન્ટમાં તપાસમાં ગઇ હતી.આ સમયે કુખ્યાત વલ્લી હાલારી અને તેના માણસોએ જીએસટી અધિકારીઓને ધોકા ફટકારી માર માર્યો હતો. આ ઘટનાએ ગંભીર રૂપ ધારણ કર્યું હતું અને જીએસટી ટીમે આક્રમકતા દાખવી પાઠ ભણાવવા કડકાઈ દાખવી છે.ફરી આ જ સ્થળે પોલીસના મસમોટા કાફલા સાથે ટીમ જીએસટીએ ઓપરેશન હાથ ધર્યું છે. વલી હાલારી અને તેના મળતીયાઓ પર બોગસ બીલિંગ મામલે સિકંજો કસવામાં કોઈ પાછી નહિ કરવાના મૂડમાં તંત્રવાહકો જણાયા હતા. એએસપી સફિન હસન સહિત નિલમબાગ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઓપરેશન હાથ ધરાતા શહેરમાં કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.