/connect-gujarat/media/post_banners/47b1e2bb71cd72d59654341af862b70a1f0632db66e263303049dabd863711ab.jpg)
CGST વિભાગ દ્વારા ભાવનગરમાં મોતીતળાવ વિસ્તારમાં વીઆઇપીમાં આવેલા બે વ્યવસાયી સ્થળો પર સતત બીજા દિવસે પણ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
રાજ્ય વ્યાપી ડમી GST પેઢીના પર્દાફાશ બાદ GST વિભાગ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે GST કૌમભાંડમાં ઝડપાયેલા માસ્ટર માઈન્ડ મોહમ્મદ ટાટા અને લાકડીયા બ્રધર્સના વચ્ચેના કનેકશનને લઈને તંત્ર દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે ત્યારે સીજી.એસ.ટીની ટિમ દ્વારા બે દિવસથી ભાવનગર કુંભારવાડા વિસ્તરમાં આવેલ V.I.P ના ડેલામાં આવેલ એક્યુરા ટ્રેડિંગ અને હદીદ ટ્રેડિંગ કંપનીમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં પ્લોટ નં.95માં આવેલી હદીદ ટ્રેડિંગ મોહંમદ રિયાઝ લાકડીયાની માલિકીનો છે ત્યારે પ્લોટ નં.211માં આવેલી એક્યુરા ટ્રેડિંગ કંપની રઝાકભાઇ લાકડીયા ઉર્ફે ઘાયલની માલિકીનો છે એ બન્ને પેઢીઓમાં મોટા પ્રમાણમાં બિલ વગરનો સ્ક્રેપ માલ મળી હોવાનું સૂત્ર પાસેથી જાણવા મળેલ છે જેમાં એક્યુર ટ્રેડિંગ કંપની માંથી ઇલેકટ્રિક મોટર અને મશિનરી તથા હદીદ ટ્રેડિંગમાંથી તાંબા, લોખંડના ભંગારનો જથ્થો મળી આવ્યો છે