Connect Gujarat
ગુજરાત

ભાવનગર : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ-ગુજરાતના 54માં પ્રદેશ અધિવેશનનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ...

ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાતના 54માં પ્રદેશ અધિવેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

X

ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાતના 54માં પ્રદેશ અધિવેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ધરતી પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાતના 54માં પ્રદેશ અધિવેશનનો ભાવનગર સ્થિત ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. એબીવીપી છાત્ર સંગઠન કે જે દેશનું સૌથું મોટું છાત્ર સંગઠન છે અને જે શિક્ષા, વ્યક્તિત્વ વિકાસ, ચારિત્ર્ય ઘડતર,રાષ્ટ્ર ભક્તિ,સમાજ સેવા અને યુવાઓમાં કૌશલ્ય નિર્માણની પહેલને એક છત્ર નીચે આવરી લેતું અભૂતપૂર્વ સંગઠન છે, ત્યારે આ અધિવેશનમાં સ્વરોજગાર, સ્ટાર્ટઅપ, ઇનોવેશન જેવા વિષયો પર પ્રોત્સાહન મળે તે હેતુથી અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્વાવલંબી ભારત પર તથા યુવાનોના વ્યક્તિત્વ વિકાસ અને ચારિત્ર્ય નિર્માણ માટે ABVPની મહત્વની ભૂમિકા છે, ત્યારે આ અધિવેશનમાં રાજ્યભરમાંથી 1 હજારથી વધુ એબીવીપી સંગઠનના વિદ્યાર્થી અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અધિવેશનના ઉદઘાટન સત્રમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પ્રોદ્યોગિક સંસ્થાનના ડિરેકટર પ્રો. અનુપમ શુકલા તથા એબીવીપીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ છગન પટેલ, ભાવનગરના ધારાસભ્યો, ભાજપ સંગઠનના હોદ્દેદારો સહિતના આમંત્રિતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. એબીવીપીના ત્રિદિવસીય અધિવેશનમાં વિવિધ સત્રો, પ્રદર્શની, શોભાયાત્રા, જાહેરસભા, શિક્ષણ અને સામાજિક પરિવર્તન હેતુ આગામી વર્ષમાં દિશા પ્રદાન કરતા વિવિધ પ્રસ્તાવો પારીત કરવામાં આવશે. એટલું જ નહીં, રાજ્યની સમુદ્રી સીમાની સુરક્ષા, વધતા જતા ડ્રગ્સના દુષણને દૂર કરવા અંગે ચિંતન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને સોસીયલ મીડિયાનો પ્રભાવ જેવા વિવિધ વિષયો પર ચર્ચાઓ માટે ખાસ સત્રો યોજાશે.

Next Story