Connect Gujarat
ગુજરાત

ભાવનગર : શહેર કોંગ્રેસ દ્વારા સરકાર વિરુદ્ધ વિવિધ આક્ષેપો સાથે મૌન પ્રદર્શન યોજાયું,પોલીસે કરી અટકાયત

મોંઘવારીથી સામાન્ય માણસનું બજેટ પડી ભાંગ્યું, મોંઘવારીએ સહિત અનેક મુદ્દે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન

X

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર મોંઘવારી,પરીક્ષામાં ગેરરીતિ, સહિત અનેક મુદ્દે પ્રહારો કરી ભાવનગર કલેકટર કચેરી ખાતે મૌન ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજ્યો. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સાથે મોંઘવારી પણ વધી છે તેમજ વીજળીના ભાવમાં પણ વધારો થયો છે ત્યારે સામાન્ય માણસનું બજેટ પડી ભાંગ્યું છે. ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે આજરોજ સરકાર વિરુદ્ધ મૌન ધરણા કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવામાં આવ્યા કે સામાન્ય જનતા વીજળી, મોંઘવારી, સરકારી પરીક્ષામાં ગેરરીતિ, પેપર લીંક કાંડ સહિત અનેક સમસ્યાઓથી ઘેરાયેલી છે ત્યારે બીજી બાજુ સરકાર પ્રજા વિરોધી નિર્ણયો સામે વિરોધ દર્શાવવાની પ્રજાના મૂળભૂત અધિકાર ઉપર કાપ મુકવામાં આવ્યો છે. ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણીની તદ્દન ખોટા કારણોસર ધરપકડ કરી છે. એવા આક્ષેપો કરી ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જન વિરોધી નિર્ણયોનો વિરોધ કરી સંવિધાન બચાવોની માંગ સાથે મૌન ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણી , વિપક્ષ નેતા ભરત બુધેલીયા, ભાવનગર શહેરના તમામ આગેવાનો જોડાયા હતા. પ્રદર્શન કરનાર તમામ કાર્યકર્તાઑની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી

Next Story