ભાવનગરને 10 વર્ષ બાદ મળી સીટી બસ સેવા
સીટી ઈ-બસ સેવાનો આજથી પ્રારંભ થયો
પ્રથમ તબક્કામાં 50 બસ ફાળવવામાં આવી
ગૃહમંત્રીના હસ્તે બસ સેવાનો કરાયો પ્રારંભ
શહેરના 17 રૂટ પર દોડશે ઈ-બસ
ભાવનગરના નગરજનોની આતુરતાનો અંત આવ્યો છે,કારણ કે સીટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.પ્રથમ તબક્કામાં 50 બસ ફાળવવામાં આવી છે. ભાવનગરના નગરજનો છેલ્લા ઘણા સમયથી સીટી બસ સેવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.અને આશરે 10 વર્ષ બાદ સીટી બસ સેવાની શરૂઆત કરવામાં આવી છે.પીએમ ઈ-બસ સેવામાં પ્રથમ તબક્કામાં 50 બસ ફાળવવામાં આવતા આજથી શહેરમાં બસ દોડતી કરાઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચુલ ઉપસ્થિતિમાં અધેવાડા ઇ-બસ ડેપો ખાતેથી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.શહેરના 17 રૂટ પર આજથી ઇલેક્ટ્રિક સીટી બસ સેવાનો પ્રારંભ થતા ભાવનગરવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, પ્રભારી મંત્રી કૌશિક વેકરીયા, મેયર ભરત બારડ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.