Connect Gujarat
ગુજરાત

ભાવનગર : મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પૂર્વ મેયરની રૂબરૂ મુલાકાત લઈ ખબર-અંતર પૂછ્યા

ભાવનગર : મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પૂર્વ મેયરની રૂબરૂ મુલાકાત લઈ ખબર-અંતર પૂછ્યા
X

ભાવનગરના પૂર્વ મેયર અને બે ટર્મ ભાજપ શહેર પ્રમુખ રહેલા સનત મોદીની ભાવનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમના રૂપાણી સર્કલ નજીક આવેલાં નિવાસસ્થાને જઇ રૂબરૂ મુલાકાત કરીને ખબર અંતર પૂછી ઝડપથી સાજા થઈ જાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

ભાવનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના પરિવારજનો સાથે વાતચીત કરીને સારવાર માટે જરૂરી તમામ મદદની ખાતરી આપીને સનત મોદી જલદી સાજા થઈ જાય તેવો દિલાસો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પૂર્વ મેયર સનત મોદી હાલમાં કેન્સરની બિમારીથી પીડાઇ રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત સ્થાનિક ધારાસભ્યો અને આગેવાનોએ તેમના ઘરે જઈને રૂબરૂ મળી ખબર અંતર પૂછતાં સનત મોદીના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Next Story