/connect-gujarat/media/post_banners/f615d9f43fe5f00185e8a84699897d45f8641df4413a06781626ebc534bb3b6c.jpg)
ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મારુતિ યોગ્રાશ્રમ વોર્ડ કેન્દ્રવર્તી શાળા નં-૮૩ કે જ્યાં આજે પણ ધો-૧ થી ૪ના વિદ્યાર્થીઓ ધોમ તાપમાં ખુલ્લામાં અને શાળાની લોબીમાં બહાર અભ્યાસ કરતા નજરે પડે છે.
ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મારુતિ યોગ્રાશ્રમ વોર્ડ કેન્દ્રવર્તી શાળા નં-૮માં એક પ્રકારે નાના ભૂલકાઓ માટે દયા અને શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી અને આળસનો અહેસાસ નજરે પડે છે. આ શાળા ૧૦ વર્ષથી આ જગ્યા પર કાર્યરત છે પરંતુ આ શાળા એક ભાડાના મકાનમાં કાર્યરત હોય અહી હાલ માત્ર ચાર વર્ગ ખંડ છે. આ શાળામાં ધો. ૧ થી ૮ના વર્ગોમાં ૧૭૫ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેથી આ તમામ બાળકોને શાળાના ચાર વર્ગખંડમાં બેસાડી અને અભ્યાસ કરાવવો શક્ય ના હોય જેથી ધો.૧ થી ૪ના નાના નાના વિદ્યાર્થીઓને શાળા કમ્પાઉન્ડમાં ઝાડ નીચે તેમજ શાળાની લોબીમાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. હાલ કાળઝાળ ગરમીનો પ્રારંભ થયો છે અને ૪૦ ડીગ્રી જેટલું તાપમાન છે જેથી આ આકારો તાપ આ બાળકો માટે ઘાતક સાબિત થઇ શકે છે.