/connect-gujarat/media/post_banners/cfbf537ed1c6ea31d67d3e21cae4b2ed54ffb438bf3e769fce4b67478f2412d0.jpg)
ભાવનગર શહેરમાં માધવ હીલ બહુમાળી બિલ્ડીંગમાં ગઈકાલે બે માળની ગેલેરી ધરાશાઈ થવાના મામલામાં 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે આ મામલે કોંગ્રેસ દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે
ભાવનગર શહેરમાં માધવહીલ બહુમાળી બિલ્ડીંગમાં ગઈકાલે બે માળની ગેલેરી ધરાશાઈ થઈ હતી જેની ઝપટમાં બેન્ક સહિત દસથી પંદર દુકાનો આવી હતી અને 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે ઘટનાને લઈને ફાયર વિભાગ દ્વારા બેંકમાં ફસાયેલા લોકો સહિત ત્રીસથી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેમાં એક શ્રમિક મહિલાનું મૃત્યુ થયું હતું જેને લઈને ભાવનગર શહેર કૉંગ્રેસ સમિતિ દ્વારા તમામ હોદેદારો અને કાર્યકર્તાને સાથે રાખીને કમિશનરને આવેદન પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો જોકે મેયરને આવેદન આપવા જતા મેયર હાજર નહિ હોવાથી તેમની ચેમ્બર બહાર રામધૂન બોલાવીને દરવાજે આવેદન પત્ર લગાવ્યું હતુ અને જવાબદારો સામે કા યદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.