ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારીને પ્રશ્ન આશ્ચર્યજનક કાર્યક્રમ કરતા કોંગી કાર્યકરોની પોલીસ અટકાયત કરી હતી.
ભાજપ સરકારના રાજમાં મોંઘવારી અને બેરોજગારી વધી છે, ત્યારે શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ મસ્તરામ બાપાના મંદિર પાસે કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેમાં કઠોળની વસ્તુઓમાં ચણાદાળ, મગ, અડદદાળ સહિતની ચીજવસ્તુઓ પર ભાવ વધારાના વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા ટેબલ પર તમામ વસ્તુઓ મૂકી હાર પહેરાવી નવતર વિરોધ કર્યો હતો, તેમજ વિરોધ કરતા કોંગી કાર્યકરોએ ભાવનગર મુખ્ય માર્ગ પર બેસી ગયા હતા. જેને લીધે અમદાવાદ, રાજકોટ, સુરત,અને મહારાષ્ટ્રને જોડતો મુખ્ય માર્ગ બંધ થયો હતો. ત્યારે તમામ પ્રદર્શનકારીઓની પોલીસે અટકાયત કરી હતી.