ભાવનગર : કાચા હીરાને બજારમાં વેંચવા નીકળેલા 2 ઇસમોની ક્રાઈમ બ્રાન્ચે કરી અટકાયત...

લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા પેરલ ફર્લો સ્કવોડે બજારમાં કાચા હીરાને વેંચવા માટે નીકળેલા 2 ઇસમોની શંકાના આધારે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
ભાવનગર : કાચા હીરાને બજારમાં વેંચવા નીકળેલા 2 ઇસમોની ક્રાઈમ બ્રાન્ચે કરી અટકાયત...

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા પેરલ ફર્લો સ્કવોડે બજારમાં કાચા હીરાને વેંચવા માટે નીકળેલા 2 ઇસમોની શંકાના આધારે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ભાવનગરના નિર્મલનગર વિસ્તારમાં 2 અજાણા ઈસમો જે કાચા હીરા વેચાણ કરવા માટે ફરી રહ્યા હોવાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા પેરલ ફર્લો સ્કવોડને બાતમી મળી હતી, ત્યારે આ બન્ને ઇસમો હીરાના જાણકાર ન હોવા છતાં બજારમાં આવી હીરા વેંચવા નીકળ્યા છે. જે ને શંકાના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરીને પૂછપરછ કરતા આ બન્ને ઈસમો પૈકી દિપક જાદવ અને તેના અન્ય 3 મિત્રોએ મળી સાડા ત્રણ વર્ષ પહેલા શિહોર તાલુકાના જાંબાળા ગામેથી રામજીભાઈના નામે ઓળખાતી વાડીમાં આવેલ હીરાના કારખાનામાંથી તિજોરી ચોરી કરેલ જેમાં લાખો રૂપિયાના હીરા હતા જે હીરા કાઢીને આ તિજોરી પણ વેચી દીધેલ અને જેમાંથી અમુક ટકા હીરા વેચવાના બાકી હોય જે વેચવા માટે તે ભાવનગર આવેલ આમ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમી ના આધારે સાડા ત્રણ વર્ષ પૂર્વે થયેલ 4,85,000 કિંમતના માલમત્તાની ચોરી ને ભેદ ઉકેલી કાઢ્યો છે.

Latest Stories