/connect-gujarat/media/post_banners/430ac9256e2e5bfe6da9e8954b380cf9e1fb99a51a6ce2e2014514665489fb3c.jpg)
ભાવનગરના કુડા ગામે માતાજીના માંડવામાં ધૂણી રહેલા ભુવાનું અચાનક જ મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે. ભૂવાનું મોત હ્રદય રોગના હુમલાના કારણે થયુ હોવાનું જાણવા મળ્યું છે
આજકાલ યુવાનોમાં હાર્ટ એટેક આવવાની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોઈ જ બિમારી ન હોય તેમ છતાં લોકોને હાર્ટ એટેક આવી રહ્યાં છે. ભાવનગરના કુડા ગામમાં માતાજીના માંડવામાં ધૂણતા ભુવાનું મોત થયું છે. માતાજીના માંડવામાં ધૂણી રહેલા ભુવાનું ધૂણતા ધૂણતા મોત નિપજ્યું છે.કુડા ગામમાં માતાજીના રમેળ કાર્યક્રમમાં ધૂણતા ભુવાનું હાર્ટ એટકથી મોત થયું છે. હાર્ટ અટેક આવી જતા અચાનક જ ભુવા ઢળી પડ્યા હતાં. મકાભાઈ ગોહિલ નામના ભુવાનું ધૂણતા-ધૂણતા મોત થયું છે. જ્યાં સૌ કોઈ લોકો હાંફળાફાંફળા થઈ ગયા હતા. જે ઘટના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.