Connect Gujarat
ગુજરાત

ભાવનગર: શિક્ષણ સમિતિના રૂ.169 કરોડની ચર્ચા પૂર્ણ, સ્ટેન્ડિંગમાં બજેટની ચર્ચામાં સભ્યોની ગાડી પાટેથી ઉતરી

નગર પાલિકાના શિક્ષણ સમિતિના બજેટ પર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા વિમર્શમાં 169.77 કરોડના અંદાજ સામે સમિતિએ રૂપિયા 167.77 કરોડના ખર્ચ અંગે સમિક્ષા કરી હતી

ભાવનગર: શિક્ષણ સમિતિના રૂ.169 કરોડની ચર્ચા પૂર્ણ, સ્ટેન્ડિંગમાં બજેટની ચર્ચામાં સભ્યોની ગાડી પાટેથી ઉતરી
X

ભાવનગર મહાનગર પાલિકાના શિક્ષણ સમિતિના બજેટ પર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા વિમર્શમાં 169.77 કરોડના અંદાજ સામે સમિતિએ રૂપિયા 167.77 કરોડના ખર્ચ અંગે સમિક્ષા કરી હતી અને અંદાજે 22.77 લાખની કાતર મુકવામાં આવી છે.

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ આગામી વર્ષ 2023-24ના અંદાજ પત્રને સરવાનું મટે પાસ કર્યા બાદ સ્ટેન્ડીંગ કમિટી દ્વારા અંદાજે 22.77 લાખની કાતર મુકવામાં આવી છે.જેમાં સમિતિએ શાળાઓની છત ઉપર સોલાર સિસ્ટમ મુકવા માટે રૂપિયા 40 લાખના ખર્ચનો અંદાજ મૂક્યો હતો જેમાં સૌ પ્રથમ 50 ટકા કામ કરો ત્યાર બાદ બીજા તબ્બકામાં 20 લાખનું કામ કરવા સાથે સમિતિના બજેટની જોગવાઈમાંથી રૂપિયા 20 લાખનો કાપ મૂક્યો હતો, કારણ કે સમિતિ 40 લાખના ખર્ચે સોલારનું કામ પાર પાડી શકે તેવી ક્ષમતા નહિ હોવાનો સ્ટેન્ડીંગને ભરોષો હોય તેમ કાતર મુકી દીધી હતી.તેમજ ધોરણ 6થી8માં અભ્યાસ કરતા 12 હજાર જેટલા વિદ્યાર્થીઓને રિઝયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લેવડાવીને તેનો ખર્ચ પ્રવાસ પર્યટનમાંથી કરવાની સુચના સમિતિને આપી હતી. ત્રણેક કલાક સુધી શિક્ષણ સમિતિના બજેટની ચર્ચા વિચારણા કરીને સમિતિને મુકેલા અંદાજમાં રૂપિયા 169.77 કરોડ સામે એકંદરે કુલ 22.75 લાખની કાતર મૂકીને રૂપિયા 6 લાખનો વધારો કરાયો હતો.

Next Story