ભાવનગર: ડુપ્લીકેટ આરસી બુક બનાવવાનું કૌભાંડ ઝડપાયુ,પોલીસે 281 આર.સી.બુક કરી જપ્ત

એલસીબી અને પેરોલ ફ્લો સ્કોર્ડ દ્વારા વરતેજ પીજીવીસીએલ કચેરીની સામે કન્ટેનરમાં શ્રીજી મોટર્સ માંથી ડુપ્લીકેટ આરસી બુક બનાવતું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

New Update
ભાવનગર: ડુપ્લીકેટ આરસી બુક બનાવવાનું કૌભાંડ ઝડપાયુ,પોલીસે 281 આર.સી.બુક કરી જપ્ત

ભાવનગર એલસીબી અને પેરોલ ફ્લો સ્કોર્ડ દ્વારા વરતેજ પીજીવીસીએલ કચેરીની સામે કન્ટેનરમાં શ્રીજી મોટર્સ માંથી ડુપ્લીકેટ આરસી બુક બનાવતું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

ભાવનગર એલસીબી અને પેરોલ ફ્લો સ્કોર્ડ દ્વારા હિમાંશુ હર્ષદભાઈ જગડ સહિત ડુપ્લીકેટ આરસી બુક બનાવતા ધોળકાના યાસીન મુસ્તુફા મેમણ, અફઝલ મુસ્તુફા મેમણ અને અમદાવાદના ઋત્વિક પ્રકાશચંદ્ર મોદીને પણ ઝડપી લીધા છે. પોલીસે 281 જેટલા આરસી બુક અને સ્માર્ટ કાર્ડ જપ્ત કર્યા છે. જ્યારે પાંચ મોબાઈલ ફોન,બે લેપટોપ અને એક પ્રિન્ટર જપ્ત કરીને ચારેય શખ્સો સામે ધોરણસર ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories