Connect Gujarat
ગુજરાત

ભાવનગર: શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્વની જાહેરાત- 15મી નવેમ્બરને હવેથી રાજ્યમાં 'બાળવાર્તા દિન' તરીકે ઉજવાશે

આગામી 15 નવેમ્બરના રોજ ગિજુભાઈ બધેકાની 137મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે

X

આગામી 15 નવેમ્બરના રોજ ગિજુભાઈ બધેકાની 137મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે અને આ દિવસને રાજ્યભરમાં કાયમી 'બાળવાર્તા દિન' તરીકે ઉજવવામાં આવશે તેવી ભાવનગર ખાતેથી રાજ્યના કેબિનેટ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી.

ભાવનગર શહેરની દક્ષિણામૂર્તિ શાળા કે જેમની સ્થાપના મુછાળી માં તરીકે જાણીતા ગિજુભાઈ બધેકાએ કરી હતી. જેમની રચેલી બાળવાર્તાઓને આધુનિક સ્વરૂપે લોકો સુધી પહોંચાડવા રાજ્ય સરકારે પહેલ કરી બાળકોના હિતમાં એક લાગણીસભર નિર્ણય લીધો છે. જેમાં આગામી 15મી નવેમ્બર ગિજુભાઈ બધેકાની 137મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી ભાવનગરની દક્ષિણામૂર્તિ શાળા ખાતે કરવામાં આવશે અને હવેથી 15મી નવેમ્બર 'બાળવાર્તા દિન' તરીકે રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.

આ પ્રસંગે હાસ્ય કલાકાર સાઈરામ દવે પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પણ સરકારની આ જાહેરાતને આવકારી હતી અને આ દિનની ઉજવણીની સાથે સાથે બાળવાર્તાની પ્રવૃત્તિને વધુ વેગવાન બનાવવા જણાવ્યું હતું.

Next Story