ભાવનગર: આંખના વાયરસની અસર અતિતીવ્ર ગતિએ વધી, રોજના નોંધાય રહ્યાં છે 100 કેસ

ભાવનગરમાં આંખના વાયરસની અસર અતિતીવ્ર ગતિએ વધી રહી છે જોકે આ બીમારી પાંચ દિવસમાં મટી પણ જાય છે પરંતુ ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે રોજના 100 જેટલા દર્દી સારવાર લેવા આવી રહ્યા છે.

New Update
ભાવનગર: આંખના વાયરસની અસર અતિતીવ્ર ગતિએ વધી, રોજના નોંધાય રહ્યાં છે 100 કેસ

ભાવનગર શહેર અને જિલ્લામાં આંખનો એડીનો વાઇરસ અત્યંત ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેને લોકો અખીયાં મિલા કે રોગથી પણ ઓળખે છે.આ આંખના ચેપી રોગે બાળકોમાં પણ ભરડો લીધો છે. સામાન્યતઃ ચોમાસાની ઋતુમાં ઉદભવી ફેલાતા આંખના ચેપી રોગે ભાવનગર શહેર અને જિલ્લામાં પણ ભરડો લીધો છે.

આંખનો એડીનો વાઇરસ ચોમાસાના વરસાદી વાતાવરણમાં વધુ થાય છે. આ વાઇરસ થયેલ દર્દીના સંપર્કમાં આવેલ વ્યક્તિને આંખ કે નાકમાંથી પ્રવેશ કરે છે. સામાન્ય રીતે એડીનો વાઇરસ પાંચથી સાત દિવસમાં રોગપ્રતિકારક શક્તિ પ્રમાણે મટી જાય છે.

દર્દીએ અને તેના સંપર્કમાં રહેતા લોકોએ વધુ વાઇરસ ન ફેલાય તેની ખાસ તકેદારી રાખવી જરૂરી છે તેમજ ભાવનગર સર ટી હોસ્પિટલના આંખના વિભાગના વડાએ જણાવ્યું હતું કે હાલમાં લોકોમાં લાલ આંખ દેખાય તો તેઓએ તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.