Connect Gujarat
ગુજરાત

ભાવનગર : અખિલેશ સર્કલ ખાતે ઢોર ડબ્બામાં ગૌવંશની હાલત કફોડી, 25 ગૌવંશના મૃત્યુ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં

મહાનગરપાલિકા તંત્રની બેદરકારી સામે આવી, અખિલેશ સર્કલ ખાતે ઢોર ડબ્બામાં ગૌવંશની હાલત કફોડી

X

ભાવનગર શહેરના અખિલેશ સર્કલ ખાતે આવેલ ઢોર ડબ્બામાં ગૌવંશની હાલત કફોડી તંત્ર ની બેદરકારી નવા લઈને અનેક ગાયોના મૃત્યુ થયા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કયો છે.

ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં અખિલેશ સર્કલ ખાતે આવેલ મનપાના ઢોર ડબ્બા માં રખડતા ગૌવંશને સાચવવામાં આવે છે ત્યારે હાલ ચોમાસાની ઋતુને લઈને શહેરમાં વરસાદ પડવાથી આ ઢોર ડબ્બામાં કાદવ કીચડ થઇ ગયો છે. જેને લીધે અહીં રાખેલ ગૌવંશ ની તબિયતો લથડી છે અને અહીં રાખવામાં આવેલ ઢોરની હાલત કફોડી બની છે. તેમજ સ્થાનિકોના જણાવ્યા મુજબ રોજ બેથી ત્રણ ગૌવંશના મૃત્યુ પણ થાય છે. હાલ સુધી 25થી વધુ ગૌવંશના મૃત્યુ થયા છે, ત્યારે આ ઢોર ડબ્બામાં છત પણ નથી આ તકલીફોની વચ્ચે ગૌવંશના અંગો સડી જાય છે. ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી અને આંખ આડા કાન કર્યા હોય તેમ લાગી રહ્યું છે.

સત્તાધીશો દ્વારા આ જગ્યાએ યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો હિન્દુ યુવા સંગઠન ભાવનગર આ ઢોરના ડબ્બાના દરવાજા ખોલી ખોલીને આ ગૌવંશને છૂટા કરી દેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે તેની તમામ જવાબદારી મહાનગર સેવાસદનના પદ અધિકારીઓ અને અધિકારીઓની જ રહેશે તેવું પણ હિન્દુ યુવા સંગઠન ભાવનગરના સભ્યોએ દ્વારા કહેવામાં આવ્યું છે.

Next Story