ભાવનગર: CR પાટીલ અને જીતુ વાઘાણીને ભગવાન સદબુદ્ધિ આપે એ માટે કોંગ્રેસ દ્વારા કરાયું હનુમાન ચાલીસાનું પઠન

ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કરેલા નિવેદન બાબતે ભગવાન તેઓને સદબુદ્ધિ આપે એ હેતુથી અનોખુ વિરોધ પ્રદર્શન યોજાયું હતું

New Update
ભાવનગર: CR પાટીલ અને જીતુ વાઘાણીને ભગવાન સદબુદ્ધિ આપે એ માટે કોંગ્રેસ દ્વારા કરાયું હનુમાન ચાલીસાનું પઠન

ભાવનગર શહેર કૉંગ્રેસના આગેવાનો દ્વારા આજરોજ હનુમાન ચાલીસા પઠનનો કાર્યક્રમ યોજાયો હતો. ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કરેલા નિવેદન બાબતે ભગવાન તેઓને સદબુદ્ધિ આપે એ હેતુથી અનોખુ વિરોધ પ્રદર્શન યોજાયું હતું

પોરબંદર ખાતે કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભગવાન શ્રી કૃષ્ણ અને બહેન સુભદ્રાને પતિ પત્ની તરીકે વર્ણવતું વક્તવ્ય આપ્યું હતું તેમજ શિક્ષણમંત્રી જીતુવાઘાણી દ્વારા શિક્ષણ મુદ્દે જે લોકોને રાજ્યમાં શિક્ષણ ન ફાવતું હોય તે બીજા રાજ્યમાં જ્યાં અનુકૂળ લાગે ત્યાં અભ્યાસ માટે જતા રહે તેવા કરેલા નિવેદન મામલે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા શહેરના નિલમબાગ સર્કલ ખાતે હનુમાન ચાલીસાના પાઠ કરી ભગવાન તેમને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.જ્યારે ગુજરાતનું આ પ્રકારે અપમાન કરનાર નેતાના પોસ્ટરમાં તેમના નાક કાપવામાં આવ્યા હતા. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.