Connect Gujarat
ગુજરાત

ભાવનગર : શિક્ષણ મંત્રીના હોમટાઉનમાં "પાણીનો પોકાર", મહિલાઓએ કરી જીતુ વાઘણીને રજૂઆત...

શહેરના કુંભરવાડા વિસ્તારમાં પાણી નહીં મળતા સ્થાનિક મહિલાઓએ ભાજપ કાર્યાલય પહોંચી શિક્ષણ મંત્રી જીતુ વાઘણીને ઉગ્ર રજૂઆત કરી હતી.

X

ભાવનગર મહાનગરપાલિકા એક તરફ શહેરની જનતાને પાણી પૂરતું મળતું હોવાના દાવા કરે છે. તો બીજી તરફ શહેરના કુંભરવાડા વિસ્તારમાં પાણી નહીં મળતા સ્થાનિક મહિલાઓએ ભાજપ કાર્યાલય પહોંચી શિક્ષણ મંત્રી જીતુ વાઘણીને ઉગ્ર રજૂઆત કરી હતી.

ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી અનેક વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્નો ઉપજ્યો છે. એક તરફ મહાનગરપાલિકા લોકોને પાણી પૂરતા પ્રમાણમાં અપાતું હોવાની વાતો કરે છે, ત્યારે શહેરના કુંભરવાડા વિસ્તારમાં બાનુબેની વાડીમાં સમયસર પાણી નહીં મળતા સ્થાનિક મહિલાઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પીવાના પાણી મુદ્દે રોષે ભરાયેલી મહિલાઓએ શહેર ભાજપ કાર્યાલયને માથે લીધું હતું, જ્યાં હાજર શિક્ષણ મંત્રી જીતુ વાઘણીને ઉગ્ર રજૂઆત કરી હતી, ત્યારે મંત્રી દ્વારા આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા આશ્વાસન આપવામાં આવ્યું હતું.

Next Story