Connect Gujarat
ગુજરાત

ભાવનગર: ચૂંટણીનાં માહોલ વચ્ચે મહુવાની એક સોસાયટીમાંથી રૂ.99 લાખની રોકડ ઝડપાતા ખળભળાટ

ભાવનગરનાં મહુવામાં ફાતેમા સોસાયટીમાંથી રૂ.99 લાખ રોકડા ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે ચૂંટણી પંચ અને આયકર વિભાગે તપાસ શરૂ કરી છે

X

ભાવનગરનાં મહુવામાં ફાતેમા સોસાયટીમાંથી રૂ.99 લાખ રોકડા ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે ચૂંટણી પંચ અને આયકર વિભાગે તપાસ શરૂ કરી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાવનગર જિલ્લાના 99 મહુવા વિધાનસભા વિસ્તારમાં કાર્યરત ફ્લાઈગ સ્કૉવોડ ટીમને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ભાવનગર દ્રારા બાતમી મળતા કુલ 3 ફ્લાઈગ સ્કૉવોડ ટીમ મહુવાની ફાતિમા સોસાયટીમાં પહોંચી સ્થળને કોર્ડન કરી નજર રાખી તરત જ પોલીસ બંદોબસ્ત મંગાવ્યો હતો સાથે જ ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પણ સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ અને ઇન્કમટેક્સના અધિકારીઓ દ્વારા સયુંકત રીતે કુલ 3 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ અને કુલ 99 લાખથી વધુની રોકડ રકમ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી હતી. બન્ને બ્લોકના માલિક ફાતેમા સોસાયટીમાં રહેતા અને નવા બસ સ્ટેન્ડ નજીક આનંદ ધન કોમ્પલેક્સમાં પાન સોપારીનો વેપાર કરતા અમંન ટ્રેડિંગના માલિક અંજુ પંજવાની અને ફિરોઝ પંજવાણીના કબજામાંથી રૂ.99 લાખ રોકડા અને અન્ય બેનામી વહીવટ મળી આવતા ચૂંટણી પંચ દ્વારા કબજે લઈ આ રકમ ક્યાંથી આવી અને ક્યાં ઉપયોગમાં લેવાની હતી તે બાબતે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Next Story