Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ઉનાળાની ગરમી વચ્ચે લીંબુની માંગમાં વધારો, પણ સારો ભાવ નહીં મળતા ખેડૂતોમાં નારાજગી..!

ઉનાળાની ગરમી વચ્ચે લીંબુની માંગ વધારે રહેતી હોય છે, ત્યારે ભાવનગરમાં લીંબુના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓ રોષે ભરાઈ છે

X

ઉનાળાની ગરમી વચ્ચે લીંબુની માંગ વધારે રહેતી હોય છે, ત્યારે ભાવનગરમાં લીંબુના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓ રોષે ભરાઈ છે, જ્યારે સારો ભાવ નહીં મળતા ખેડૂતો પણ નારાજ થયા છે.

ઉનાળાના પ્રારંભે જ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં લીંબુની આવકમાં વધારો થયો છે. માર્કેટિંગ યાર્ડમાં કાચા અને પાકા લીંબુના ભાવ ખેડૂતોને નહીં મળતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, ઉતરાયણ સમયે આવેલા માવઠાના કારણે આગોતરો પાક ખરી ગયો હતો, અને હવે આ પાકના માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ મળતા નથી, ત્યારે હાલમાં માત્ર 60થી 70 રૂપિયા કિલોએ મળી રહ્યા છે. જોકે, ભાવ 100 રૂપિયા કિલોએ મળે તેવી ખેડૂતોએ માંગ કરી છે.

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સારો ભાવ નહીં મળવાના કારણે રોષે ભરાયા છે. તો છૂટક બજારમાં લીંબુના ભાવ યાર્ડમાં મળતા ખેડૂતોના ભાવ કરતાં બમણા જોવા મળી રહ્યા છે. છૂટક બજારમાં લીંબુ 160થી લઈને 200 સુધી કિલોએ વહેંચાઈ રહ્યા છે. જેને કારણે ગૃહિણીઓ સહિતના ગ્રાહકોનું બજેટ પણ ખોરવાયું ગયું છે.

Next Story