Connect Gujarat
ગુજરાત

ભાવનગર: અનેક તાલુકાઓમાં લિમ્પિ વાયરસનું સંક્રમણ વધ્યું, 100 પશુઓ લીંપિ વાયરસનો શિકાર બન્યા, 3ના મોત

અનેક તાલુકા મથકો પર લિમ્પિ વાયરસનું સંક્રમણ જોવા મળી રહ્યું છે.જેનાથી માલધારીઓના ગાય અને ભેંસ જેવા દુધાળા પશુઓ સંક્રમનનો ભોગ બની રહ્યા છે.

X

ભાવનગર જિલ્લાના અનેક તાલુકા મથકો પર લિમ્પિ વાયરસનું સંક્રમણ જોવા મળી રહ્યું છે.જેનાથી માલધારીઓના ગાય અને ભેંસ જેવા દુધાળા પશુઓ સંક્રમનનો ભોગ બની રહ્યા છે. જેમાં ગારીયાધાર તાલુકામા 100 જેટલા પશુઓ લીંપિ વાયરસનો શિકાર બન્યા છે, તો 3 પશુઓના લિમ્પિના કારણે મોત પણ નિપજ્યા છે.જ્યારે તંત્ર દ્વારા હાલ અન્ય પશુઓને રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

ભાવનગર જિલ્લામાં ગારિયાધાર સહિત અન્ય તાલુકાઓમાં લિમ્પિ વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે.જેને લઈ આ વિસ્તારના પશુપાલકોમાં ચિંતા ફેલાય છે.ની અત્યાર સુધીમાં 96 કેસ ધ્યાન ઉપર આવ્યા છે , તો એક ગાયનું મોત પણ નિપજ્યું છે . માણસમાં કોરોનાની માફક પશુઓમાં લિમ્પિ વાયરસનું સંક્રમણ થયુ છે , ભાવનગર જિલ્લા પંચાયતના પશુ પાલન વિભાગની દોડધામ વધી ગઈ છે . જેમાં અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના અન્ય નગરોમાં જોવા મળતો આ રોગ હવે ભાવનગર જિલ્લામાં પણ જોવા મળી રહ્યો છે . હાલમાં ગારિયાધાર તાલુકાના મોટી વાવડી ગામે 100 પશુઓ સંક્રમિત થયા છે, તો ત્રણ પશુઓના મોત નિપજ્યાનું પણ બહાર આવ્યું છે.તંત્ર દ્વારા હાલમાં રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ સંક્રમણ વધતા પશુપાલકોમાં ચિંતાની લાગણી વધી છે .

Next Story