Connect Gujarat
ગુજરાત

ભાવનગર : હીંદુઓની મિલકતો ખરીદવા વિધર્મીઓની હોડ, અશાંત ધારાની ઉગ્ર બનતી માંગ

ભાવનગર શહેરના અમુક વિસ્તારોમાં હીંદુઓની મિલકતો ખરીદવા વિધર્મીઓએ રીતસરની હોડ લગાવી છે

X

ભાવનગર શહેરના અમુક વિસ્તારોમાં હીંદુઓની મિલકતો ખરીદવા વિધર્મીઓએ રીતસરની હોડ લગાવી છે ત્યારે હીંદુઓની હીજરત રોકવા આવા વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાની માંગ પ્રબળ બની છે.

રાજયમાં અનેક શહેરોના સંવેદનશીલ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરી દેવાયો છે. જે વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરાયો છે ત્યાં કલેકટરની મંજુરી વિના મિલકત વેચી શકાતી નથી કે ભાડે પણ આપી શકાતી નથી. ભાવનગર શહેરના અમુક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે હીંદુ સંગઠનો મેદાનમાં આવ્યાં છે. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ એકતા સમિતિ, રથયાત્રા સમિતિ, હિન્દુ જાગરણ મંચ સહિતની સંસ્થાઓ આ ઝુંબેશમાં સામેલ છે. આ ઉપરાંત સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ, તિલકનગર, બોરડીગેટ, ભગાતળાવ સહિત જુદા જુદા આઠ મંડળોએ સરકારમાં રજુઆત કરી છે.

સ્થાનિક રહીશોના જણાવ્યાં મુજબ ભાવનગરના અમુક વિસ્તારોમાં વિધર્મીઓ હીંદુઓની મિલકતો ખુબ ઉંચા ભાવ આપીને ખરીદી રહયાં છે. વિધર્મીઓ હીંદુ વિસ્તારો પર કબજો જમાવી ત્યાં વસતા હીંદુઓને હીજરત કરવા મજબુર કરી રહયાં છે. શહેરના ક્રેસંટ, ગીતાચોક, મેઘાણીસર્કલ, ઘોઘાસર્કલ, અને ઘોઘારોડ સહિતના વિસ્તારોમાં અને કરચલીયા પરા સહિત મુખ્ય બજારોમાં તાજેતરમાં મિલ્કતોના જે સોદા થયા છે તે અંગે તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી છે. હીંદુઓની હીજરત રોકવા કેટલીય સોસાયટીમાં લોકોને તેમની મિલકતો વિધર્મીઓને નહી વેચવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે.

Next Story