Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ભારે વરસાદ વરસતા કાળુભા નદીમાં આવ્યું પૂર, ભાલ પંથક બેટમાં ફેરવાતા ખેડૂતોને હાલાકી...

જિલ્લાના ભાલ પંથકમાં આવેલ માઢીયા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

X

ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલ માઢીયા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં વરસાદે કહેર વરસાવ્યો હતો. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને કાળુભા નદીમાં પૂર આવતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. દેવળીયા, પાળીયાદ, આણંદપર, માઢીયા, સવાઇનગર સહિતના ગામોમાં પાણી ભરાયા હતા. કાળુભા નદીમાં પૂર આવતા ભાલ પંથકમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ખેડૂતો દ્વારા કરાયેલી વાવણી અને મોંઘાદાટ બિયારણ તેમજ મજૂરીનો ખર્ચો બધું જ નિષ્ફળ ગયું હતું. ભાલ પંથકમાં પાણી ભરાવાનું કારણ ઇન્ડસ્ટ્રીઝ એરિયાને જમીન ફાળવવી તેમજ મીઠાના આગરીયાઓ દ્વારા પાળા બનાવી દેવાને લઈને પાણીનાં વેણ બંધ થઈ ગયા હતા. જેને લઈને ખેડૂતોને ભારે મુશ્કેલી ભોગવી પડી હતી. ખેડૂતોના ઉભા પાક પાણી ભરાઈ જતા નાશ પામ્યા હતા, જ્યારે હજુ પણ પાણી ઉતર્યા બાદ 2 માસ સુધી ખેડૂતો વાવણી કરવી પણ મુશ્કેલ બનશે, ત્યારે ખેડૂતો દ્વારા અંગે યોગ્ય કાર્યવાહી કરી અને પાણીનો નિકાલ કરવા માંગ કરી હતી.

Next Story