ભાવનગર: આનંદનગર વિસ્તારમાં પીવાનું પાણી પ્રદુષિત આવતા રોગચાળાની દહેશત, સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો

ગુણાતીતનગરમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી દૂષિત થતા આ વિસ્તારમાં 20 થી વધારે લોકોને જાડા ઉલ્ટી થઈ જતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહયો છે.

New Update
ભાવનગર: આનંદનગર વિસ્તારમાં પીવાનું પાણી પ્રદુષિત આવતા રોગચાળાની દહેશત, સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો

ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલ ગુણાતીતનગરમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી દૂષિત થતા આ વિસ્તારમાં 20 થી વધારે લોકોને જાડા ઉલ્ટી થઈ જતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહયો છે.

ભાવનગર શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી અને ગટરની લાઈન ભળી જવાના કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે તાજેતરમાં ભાવનગર શહેરમાં ઉનાળામાં પાણીની સમસ્યા પણ ઉદભવી છે જ્યારે ભાવનગર શહેરના આનંદ નગર વિસ્તારમાં આવેલ ગુણાતીત નગરમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની લાઈન સાથે ગટરનું પાણી ભળી જતા દૂષિત પાણી પીવાથી 20 લોકોને ઝાડા ઉલટી થઈ હોવાની ફરિયાદ ઉઠી છે. સ્થાનિકોના આક્ષેપ અનુસાર અનેકવાર રજુઆત કરવા છતા કોઈ પણ પ્રશ્નનો ઉકેલ નહીં આવતા સ્થાનિકોએ મીડિયા સમક્ષ રજુઆત કરતા જણાવ્યું હતું કે છેલ્લા પાંચ મહિનાથી પાણીને લઈને અનેક રજુઆત કરવામાં આવી છે.ચૂંટણી ટાણે રાજકીય આગેવાનો મત માંગવા નિકળી પડે છે પરંતુ જનતાને પડતી મુશ્કેલીઓને જોવા કોઈ આવતું નથી 

Latest Stories