Connect Gujarat
ગુજરાત

ભાવનગર: પુસ્તકોના ગાંધી એવા મહેન્દ્રભાઈ મેઘાણીની ચીર વિદાઈ, સદીની વાંચનયાત્રાનો 'વિરામ'

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને ગુજરાતમાં “ગ્રંથના ગાંધી”નું બિરુદ પ્રાપ્ત કરનાર મહેન્દ્રભાઈ મેઘાણીનું નિધન થતાં સાહિત્ય ક્ષેત્રને ન પૂરી શકાય એવી ખોટ પડી છે

X

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને ગુજરાતમાં "ગ્રંથના ગાંધી"નું બિરુદ પ્રાપ્ત કરનાર મહેન્દ્રભાઈ મેઘાણીનું નિધન થતાં સાહિત્ય ક્ષેત્રને ન પૂરી શકાય એવી ખોટ પડી છે

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને ગુજરાતમાં "ગ્રંથના ગાંધી"નું બિરુદ પ્રાપ્ત કરનાર "લોકમિલાપ"ના સ્થાપક સંપાદક મહેન્દ્રભાઈ મેઘાણીનું ભાવનગર ખાતેના તેમના નિવાસ્થાને ૧૦૦ વર્ષની ઉમરે ગઈકાલે રાત્રે નિધન થયું હતું. આજે સવારે ૮ વાગે તેમની અંતિમયાત્રા તેમના નિવાસ્થાનેથી નીકળી હતી જેમાં તેમના પરિજનો ઉપરાંત સાહિત્યકારો-ગઝલકારો-લેખકો તેમજ તેમનાઆદર્શ જીવનને અનુસરી જીવનપથ પર અગ્રેસર થનાર અનેક લોકો જોડાયા હતા.જયારે સિંધુ નગર સ્મશાન ખાતે તેમના મોટા પુત્ર અબુલ મેઘાણીએ મુખાગ્ની આપી હતી અને તેમનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો.મહેન્દ્રભાઈ મેઘાણીનો જન્મ તા.20,જૂન 1923ના રોજ થયો હતો, તેઓ 99 વર્ષ પૂર્ણ કરી ગત ૨૦ જુનના રોજ 100 માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો, તેનો જીવનમંત્ર હતો સારું કામ કરવું અને લોકોની વચ્ચે જ રહી લોક મિલાપ કરવો, તેઓ શરૂઆતમાં ઝવેરચંદ મેઘાણીના પુસ્તકોનો ગામો ગામ જઈ પુસ્તકોનું વાંચન કરતા હતા, તેમણે લોક મિલાપ ટ્રસ્ટની સ્થાપના 26 જાન્યુઆરી 1950ના દિવસે મુંબઈ ખાતે કરી હતી અને 1978ની સાલમાં બંધ થયું હતું, લોકમિલાપ'ના સ્થાપક સંપાદક મહેન્દ્ર મેઘાણી ગુજરાતમાં 'ગ્રંથના ગાંધી' બિરુદ પામ્યા હતા.ઝવેરચંદ મેધાણીનો સાહિત્ય વારસો મહેન્દ્ર મેઘાણીએ જાળવી રાખ્યો હતો. તેમણે લખેલી અડધી સદીની વાચનયાત્રા અને મિલાપમાં સાહિત્ય રસ ઝરતો હતો. કહી શકાય કે હવે અડધી સદીની વાચનયાત્રાનો 'વિરામ' થયો છે.

Next Story