Connect Gujarat
ગુજરાત

ભાવનગર : તબીબની મંજૂરી વિના કફ સિરપનું વેંચાણ કરતાં મેડિકલ સ્ટોરના સંચાલકની ધરપકડ..!

માલધારી સોસાયટીમાંથી યુવાધનને બરબાદ કરતા કફ સીરપના જથ્થા સાથે SOG પોલીસે એક ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

ભાવનગર શહેરની માલધારી સોસાયટીમાંથી યુવાધનને બરબાદ કરતા કફ સીરપના જથ્થા સાથે SOG પોલીસે એક ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્યમાં દારૂ જુગાર બાદ હવે કફ સિરપના નામે નશાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. જેમાં યુવાધન હવે કફ સીરપના રવાડે ચડ્યું હોય તેમ લાગી રહ્યું છે. ખાસ કરીને યુવાનો અને શ્રમિકો નશા માટે કફ સીરપનો ઉપયોગ કરતા થઈ ગયા છે. જેને પગલે હવે નશાનો કાળો વેપલો ચલાવતા લોકો અલગ અલગ તરકીબ અજમાવી રહ્યા છે. પરંતુ પોલીસ તંત્ર પણ આવા લોકોને ઝડપી પાડવા મક્કમ બન્યું છે, ત્યારે ભાવનવર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા બાતમીના આધારે શહેરના માલધારી સોસાયટીમાં આઈ મેડિકલ એજન્સી હોલસેલ ડીલરને દરોડા પાડ્યા હતા. જેમાં મેડિકલ એજન્સીનો સંચાલક દિલીપ ધોલેતર તબીબની મંજૂરી વિના કફ સિરપની બોટલો વેચીને નશાનો કાળો કારોબાર ચલાવતો હતો. પોલીસે 100 ML કફ સિરપની 579 નંગ બોટલો મળી રૂ. 86 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવા સાથે મેડિકલ એજન્સીના સંચાલક ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં, ભાવનગર SOG પોલીસ અને અમદાવાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા મેડિકલ સ્ટોરને સીલ મારવામાં આવ્યો છે.

Next Story